સમાજની ઉત્ક્રાંતિ

ઈ.સ.૧૫૭૬ ના જૂન માસમાં હલદીઘાટીના યુધ્ધમાં રાણા પ્રતાપની હાર થઈ તેણે લોકોને કહ્યુ કે ગુલામ તરીકે જીવવા કરતા લીલીછમ મેવાડ ખાલી કરો. ઉદેપુરથી ૩૫ કી.મી દૂર ભટેવર ઞામમાંથી ૩૫ કુટુંબો જે 'હુમડ દિગંબર જૈન' તરીકે ઓળખાતા હતા તેઓ સાબરમતીના કિનારે કિનારે ઞુજરાત આવી સૉજીત્રા ગામમાં વસ્યા.અત્રે આવીને પારસીઓ માફક ગામના સમાજમાં દૂધ-સાકરની જેમ ભળી ગયા્. અત્રેથી રૉજી રૉટી અથૅ ગુજરાતનાં બીજાં ૬૪ ગામમાં અમારી વસ્તી પ્રસરી ગઈ.હાલમાં આપણો સમાજ સૉજીત્રા 'સભાના વિશા મેવાડા' તરીકે જાણીતો છે.હાલમાં પુરા વિશ્વમાં આપણા સમાજન ની આશરે ૨૨૦૦ થી ૨૩૦૦ કુટુંબની વસ્તી હશે. મેવાડા સમાજની કુળદેવી ' શાશનદેવી માતા' સોજીત્રામાં છે. દુનિયાના કોઈપણ ઞામે લગ્ન કરે પણ માતાનાં આશીર્વાદ લેવા તથા છેડા છેડી છોડવા સોજીત્રા માં આવવું રીત રીવાજ છે.    વધુ વાંચો...

 

સંસ્થાનું નામઃ          શ્રી સોજીત્રા સંભા વિશા મેવાડા દિગંબર જૈન ટ્રસ્ટ
સંસ્થાની સ્થાપનાઃ    ૧૦-૨-૧૯૬૭,રજી. નં. એ/૨૧૪૬/ખેડા નવો.
સંસ્થાના સ્થાપકઃ     શાહ વસ્તુપાળ ભગવનદાસ,સોજીત્રા

સંસ્થાની માસિક પત્રીકા: મેવાડા મુખપત્ર

સ્થાપનાઃ ૨૬-૪-૧૯૮૭
રજી.ઓફીસઃ
શ્રી મોતીલાલ અંબઈદાસ દિગંબર
જૈન બોર્ડિગ, જી.પી.ઓ. પાછળ,
ખરચીર્કર નો ખાંચો, રાવપુરા,
વડોદરા-૧,
ફોન.નં. ૦૨૬૫-૨૩૪૩૦૨૧
આધ સ્થાપકઃ
સ્વ. છગનલાલ મોતીલાલ
શાહ,મુંબઈ

પ્રમુખ શ્રી નુ નિવેદન

જય જિનેન્દ્ર, સામાજીક અને રાજકીય રીતે સંગઠનની ખાસ આવશ્યકતા છે.સંગઠિત અને શિક્ષિત સમાજ સર્વાંગી વિકાસ સાધી શકશે.આપણા સમાજમાં પણ ગર્વ લઈ શકાય તેવા સામાજીક,શૈક્ષણીક અને અન્ય કામગીરી ના એવોર્ડ થી સન્માનિત વ્યક્તિઓ ધરાવીએ છીએ.આવી વ્યક્તિઓના સમુહથી આપણા સમાજનું સ્થાન ઘણું ઊંચુ છે.આવી વ્યક્તિઓને આપણું પંચ પણ સન્માનિત કરે છે. આપણા સમાજને સંગઠિત કરી સંસ્થાના કાર્યકર્તાઓ ને પ્રોત્સાહિત કરીએ.તોડવા કરતા જોડવામાં રસ કેળવીએ દિલ રાખી તન, મન અને ધનથી સંસ્થાની પ્રવૃતિને પ્રોત્સાહીત કરીએ.     વધુ વાંચો...

  • 1
  • 2
  • 3
  • 4
  • 5
  • 6