સંસ્થાનો હેતુ

   શ્રી વિશા મેવાડા દિગંબર જૈન સમાજના સભ્યોની શૈક્ષણિક, આરોગ્ય, આર્થિક, નૈતિક,ધાર્મિક તથા માનસિક ઉન્નતિ કરવા માટે જે કાંઇ પ્રવૃતિ કરવી પડે તે કરવી.

   સમાજની જરૂરિયાતવાળી વ્યકિતઓને આર્થિક, ઔષધિય તથા શૈક્ષણિક યોગ્યતાપાત્ર સભ્યોને મદદ કરવી. આવી સંસ્થઆઓને બાંધવી, મદદ કરવી કે ચલાવવી.

   જ્ઞાતિના સબ્યો દેશમાં તથા પરદેશમાં વસવાટ કરે છે.તેઓને જ્ઞાતિના સમાચારો મોકલવા તથા સમાજ ઉપયોગી માહીતીનું પ્રકાશન કરવું. તે અંગે માસિક અથવા તેવા સમાચારપત્ર વિગેરે પ્રસિદ્ધ કરવું.

   ટ્રસ્ટના ઉદેશોની પૂરતી માટે જે કાંઈ કરવું પડે તે કરવું.

   દિગંબર જૈન સાધુ ભગવંતોની વૈયાવુત, નિભાવ તથા તેમની જરુરિ્યાતો પૂરી પાડવા મદદ કરવી.

   દિગંબર જૈન મંદિર, ઉપાશ્રય,ધર્મશાળા કે એ પ્રકારની અન્ય કોઈ સંસ્થા નિભાવી, બાંધવી ચલાવી જીર્ણોધ્ધારમાં આર્થિક મદદ કરવી.

   વિશા મેવાડા દિગંબર જૈન સંપ્રદાયની પ્રણાલીકા મુજબની ધાર્મિક સંસ્કારની કેળવણી માટે જ્ઞાનશાળા, કાર્યશાળા, સેમીનાર તથા લાયબ્રેરી તથા મકાન-બોર્ડીંગ, પાઠશાળા શરુ કરવી, તથા નીભાવવી આર્થિક મદદ કરવી, સંચાલન કરવું.

   વિશા મેવાડા દિગંબર જૈન સમાજને સંગઠિત કરવા જે તે સમાજને અને ટ્રસ્ટને યોગ્ય લાગે તેવી સઘળી પ્રવતિ કરવી.