નિવેદન
જય જિનેન્દ્ર, સામાજીક અને રાજકીય રીતે સંગઠનની ખાસ આવશ્યકતા છે.સંગઠિત અને શિક્ષિત સમાજ સર્વાંગી વિકાસ સાધી શકશે.આપણા સમાજમાં પણ ગર્વ લઈ શકાય તેવા સામાજીક,શૈક્ષણીક અને અન્ય કામગીરી ના એવોર્ડ થી સન્માનિત વ્યક્તિઓ ધરાવીએ છીએ.આવી વ્યક્તિઓના સમુહથી આપણા સમાજનું સ્થાન ઘણું ઊંચુ છે.આવી વ્યક્તિઓને આપણું પંચ પણ સન્માનિત કરે છે. આપણા સમાજને સંગઠિત કરી સંસ્થાના કાર્યકર્તાઓ ને પ્રોત્સાહિત કરીએ.તોડવા કરતા જોડવામાં રસ કેળવીએ દિલ રાખી તન, મન અને ધનથી સંસ્થાની પ્રવૃતિને પ્રોત્સાહીત કરીએ. સામે બેસીને નહી પણ સાથે બેસીને દલીલો કરીને નહિં પણ મનથી વિચારીને,ભૂલો શોધીને નહિ પણ ભૂલો સુધારીને પ્રશ્નો ઊભા કરીને નહિં પણ પ્રશ્નોનો યોગ્ય નિકાલ કરીને, ઈર્ષાથી નહિ પણ સ્નેહથી અહંકાર અને અહમને વિસરીને,પ્રતિકુળ પરિબળોને દૂર કરીને,એકતાની ભાવના કેળવી સંસ્થાની એકતા રાખવા કટીબધ્ધ બનીએ. આપણે સૌ પરસ્પર સહકારના સહભાગી બનીને સમાજની સચા અર્થમાં સેવા કરીએ,સમાજની ઉન્નતિનું ધ્યેય સિધ્ધ કરીએ.